GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો GSSSB Bharti 2024 સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની કરી શકશે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કેવી રીતે અરજી કરવી, અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વાંચો.
GSSSB ભરતી 2024: GSSSB દ્વારા આંકડા મદદનીશ ભરતી 2024 અને સંશોધન મદદનીશ ભરતી 2024 માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે.
GSSSB Bharti 2024: Highlight
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
જાહેરાત ક્રમાંક | 226/202324 |
પોસ્ટ નામ | આંકડા મદદનીશ ભરતી 2024 અને સંશોધન મદદનીશ ભરતી 2024 |
કુલ જગ્યા | 188 |
અરજી પ્રકાર ઓનલાઈન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | www.gsssb.gujarat.gov.in/ |
ખાલી જગ્યાઓ
પોસ્ટ નામ | જગ્યા |
સંશોધન મદદનીશ | 99 |
આંકડા મદદનીશ | 89 |
કુલ જગ્યા | 188 |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
- કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી, હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
ઉંમર મર્યાદા
- તારીખ 16-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર ધોરણ
- સંશોધન મદદનીશ: 49,600/-
- આંકડા મદદનીશ: 40,800/-
પસંદગી પ્રક્રિયા
- પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT (Computer Based Recruitment Test ) સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
- પરીક્ષા : Part A અને Part B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)
નોંધ: વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતીની નવી પરીક્ષા પધ્ધતિ
Part A
વિષય | ગુણ |
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | 30 |
ગાણિતીક કસોટીઓ | 30 |
કુલ ગુણ | 60 |
Part B
વિષય | ગુણ |
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન | 30 |
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 150 |
કુલ ગુણ | 180 |
અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
- સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યાર બાદ “On line Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક 226/202324 ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે ક્લિક કરવાનું રહશે.
- જ્યાં તમને “Apply now” અને “Details” મેનુ દેખાશે
- “Apply now” પર ક્લિક કરી ને તમે અરજી કરી શકો છો.
ઓનલાઇન અરજી ફી
- General કેટેગરી પસંદ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ રૂપિયા 100/- પરીક્ષા ફી અને અનામત વર્ગના ઉમેદારોએ ફી ભરવાની નથી.
આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 02-01-2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 16-01-2024
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
1 thought on “GSSSB Bharti 2024: સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી જાહેર”