Gujarat ni sauthi moti nadi । ગુજરાતની સૌથી મોટી નદી

Gujarat ni sauthi moti nadi: આજે આપણે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તેના વિશે માહિતી મેળવીશું. આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા અને જનરલ નોલેજ માટે ઉપયોગી છે.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી પાણીના જથ્થાની દૃષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી છે. અને ભારતની પાંચમા ક્રમની નદી છે. નર્મદા નદી ને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે.

Gujarat ni sauthi moti nadi । ગુજરાતની સૌથી મોટી નદી

Gujarat ni sauthi moti nadi । ગુજરાતની સૌથી મોટી નદી
Gujarat ni sauthi moti nadi । ગુજરાતની સૌથી મોટી નદી

નર્મદા નદી વિશે માહિતી

ઉદ્દગમ સ્થાન: છત્તીસગઢ બિલાસપુર જિલ્લાના વિંધ્ય પર્વતશ્રેણીના અમરકંટક ડુંગરમાંથી 1150 મીટરની ઉંચાઇથી રેવા નદી નીકળે છે. જે સાતપુડા પર્વતશ્રેણીની મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદાને મધ્યપ્રદેશના માંડલા ગામે મળી નર્મદા તરીકે ઓળખાય છે,

નર્મદા નદી ની લંબાઇ: કુલ-1312km, ગુજરાતમાં-160km

નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ: છોટાઉદેપુરના હાફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશે છે.

કિનારાના સ્થળો : હાફેશ્વર, સૂરણાણેશ્વર, શુકલતીર્થ, ચાંદોદ, કરનાળી, માલસર, ભરૂચ, નારેશ્વર, અલિયાબેટ

અંતિમસ્થાન : આ નદી અલિયાબેટ પાસે ખંભાતના અખાતને મળે છે.

નર્મદા જિલ્લામાં સુરણાણેશ્વર ખાતે મોખડીઘાટ નામે ઓળખાતો સુરપાણનો ધોધ આવેલ છે.

નર્મદા પૂર્વથી પશ્ચિમ વહેનારી સૌથી મોટી નદી છે.

1.ગુજરાતની જીવાદોરી – નર્મદા

2.પૂર્વથી પશ્ચિમ બાજુએ વહેતી ભારતની સૌથી મોટી નદી – નર્મદા

3.પિતૃશ્રાદ્ધ માટે જાણીતું ચાંદોદ – નર્મદા કિનારે

4.હિલસા નામક ખારા પાણીની માછલી માત્ર ઈંડા મુકવા આવે – નર્મદામાં

5.ગુજરાતમાં માત્ર નર્મદા નદીમાં જ માછલી જોવા મળે – સ્પાઈની હિલ

6.કરજણ અને નર્મદા સાથે જોડાયેલ યોજના – જીતગઢ યોજના

7.નમામી દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ્ સ્તુતિ – નર્મદાષ્ટકમ્

8.નમામી દેવી નર્મદના રચયિતા – આદિશંકરાચાર્ય

9.નર્મદા નદીના ઘસારણ દ્વારા બનેલા પથ્થરો – શિવલિંગ તરીકે પૂજાય (બનાસ કહેવાય)

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો