ભારતમાં પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ: શું છે ખાસિયતો અને અન્ય ટ્રેનો કરતા કેટલી જુદી?

ભારતમાં હાઈડ્રોજન ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર આ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને ભવિષ્યમાં ધીમે-ધીમે તેને દેશના અન્ય નાના રૂટ્સ પર પણ દોડાવવામાં આવશે. તો શું છે આ હાઈડ્રોજન ટ્રેન? તે પરંપરાગત ટ્રેનો કરતા કેવી રીતે જુદી છે? તેની સ્પીડ કેટલી હશે? અને ભારત માટે તેનો શું લાભ થશે? આવો, જાણીએ સંપૂર્ણ માહિતી.

હાઇડ્રોજન ટ્રેન શું છે અને અન્ય ટ્રેન કરતા કેટલી અલગ છે જાણો

હાઇડ્રોજન ટ્રેન એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટૅક્નોલૉજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોને બદલે હાઇડ્રોજન ગેસનો ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઇડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે.

ટ્રાયલ શરૂ, કઈ લાઈન પર દોડશે ટ્રેન?

ભારતમાં હાઈડ્રોજન ટ્રેનના પ્રથમ તબક્કામાં હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય અનુસાર, જો આ ટ્રાયલ સફળ રહેશે, તો આ પ્રકારની ટ્રેનો દેશભરમાં રજૂ કરવામાં આવશે.

હાઈડ્રોજન ટ્રેનથી ભારતને શું ફાયદો થશે

આ ટ્રેનથી પ્રદૂષણને ઘટાડવામાં મોટી સફળતા મળશે. ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં હાઈડ્રોજન ટ્રેન મદદરૂપ બનશે. ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે. રેલવેના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે. હાઈડ્રોજન ટ્રેનના કારણે નવા ઉદ્યોગો અને રોજગારની તકો સર્જાશે. આ ટ્રેનની મદદથી રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકાશે.

ભારતમાં પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ એ રેલ્વે માટે ક્રાંતિકારી પહેલ છે. આ ટેક્નોલોજી માત્ર પર્યાવરણની રક્ષા નહીં કરે, પરંતુ ટકાઉ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. હવે જોવું રહ્યું કે આ નવીન ટ્રેન મુસાફરો માટે કઈ રીતે આરામદાયક અને પ્રભાવી સાબિત થાય છે!

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો