જાણો મોબાઈલ ની શોધ કોણે કરી હતી? આપણે ઘરે કે ગમે ત્યાં બેસીને કોઈપણ સમયે આપણા સંબંધીઓ, મિત્રો સાથે ફોનમાં વાત કરી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌપ્રથમ મોબાઈલ ની શોધ કોણે કરી હતી? તો આજે અમે તમને તેના વિશે માહિતી આપીશું.
પ્રથમ મોબાઈલ ફોનની શોધને 50 વર્ષ પહેલા થઈ ગય છે. મૂળરૂપે, તેની ટેક્નોલોજી ખૂબ જ મર્યાદિત હતી. પરંતુ શું તમે જાણો છો કે તેની શોધ કોણે કરી હતી? અને મોબાઇલ ફોનમાંથી પ્રથમ કોલ ક્યારે અને કોને કરવામાં આવ્યો હતો.

મોબાઈલ ની શોધ કોણે કરી હતી?
3 એપ્રિલ 1973 ના રોજ મોટોરોલા એન્જિનિયર માર્ટિન કૂપરે તેના હરીફ એન્જિનિયર જોએલ એન્ગલને કોલ કર્યો હતો. મોબાઈલ ફોનથી કોલ કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા. માર્ટિન કૂપર મોટોરોલા કંપનીના એન્જિનિયર હતા અને લાંબા સમયથી વાયરલેસ મોબાઈલ ટેક્નોલોજી પર કામ કરતા હતા. માર્ટિન કૂપરે ક્યારેય કલ્પના કરી ન હતી કે તેમનો પ્રોજેક્ટ ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ તકનીકી શોધમાંનો એક બની જશે.
જાણો પહેલો મોબાઈલ ફોન વિષે માહિતી
માર્ટિન કૂપરે જે ફોન થી કોલ કરીયો હતો તે મોડલનું નામ DynaTAC 8000x હતું. તેનું વજન લગભગ 1.1 કિલો હતું અને તેને પાવર આપવા માટે બેટરી લગાવવામાં આવી હતી. મોબાઇલ ફોનને યોગ્ય રીતે કામ કરવા માટે 10 કલાક ચાર્જિંગની જરૂર હતી. 10 વર્ષ પછી સામાન્ય લોકો માટે કંપનીએ તેને 13 માર્ચ 1983 ના રોજ લોન્ચ કર્યો હતો.