Aadhaar Card Address Change: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું, જાણો સરળ રીત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aadhaar Card Address Change: ઘણા લોકોને ઘર બદલાવને કારણે આધાર કાર્ડમાં સરનામુ બદલાવી પડે છે. પરંતુ ધક્કા ખાવાની આળસમાં તે કામ પાછળ ધકેલાતું રહે છે. તમે તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન અથવા ઓફલાઈન સરનામુ અપડેટ કરી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન અપડેટ કરવાનો છે. આજે અમે તમને આધાર કાર્ડમાં સરનામુ બદલવાની ઓનલાઈન રીત જણાવવા જઈ રહ્યા છીએ.

આધાર કાર્ડમાં સરનામું બદલવા: આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું બદલવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તમે તેને ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

Aadhaar Card Address Change: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું
Aadhaar Card Address Change: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું

Aadhaar Card Address Change: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું

  • ઘરે બેઠા આ રીતે અપડેટ કરો આધાર કાર્ડ
  • સરનામુ બદલવા માટે કરવું પડશે ફક્ત આટલું જ કામ
  • ઘરે બેઠા ફટાફટ પતી જશે આ કામ

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ હાલ દરેક ભારતીય નાગરીકની ઓળખ બની ગયું છે. તેની વગર કોઈ પણ કામ અટકી શકે છે. આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરવા માટે તમારે આધાર કાર્ડ કેન્દ્ર સુધી ધક્કા ખાવાની જરૂર પડે છે. એવામાં જો તમારા આધાર કાર્ડમાં એડ્રેસમાં ફેરફાર કરાવવો છે તો તેના માટે આધાર કેન્દ્ર સુધી ધક્કો ખાવાની જરૂર નથી ઘરે બેઠા તમે તેને સરળતાથી અપડેટ કરાવી શકો છો તેના માટે તમારે આધાર કાર્ડની વેબસાઈટ પર જવાનું રહેશે.

આધાર કાર્ડમાં સરનામું ઓનલાઈન અપડેટ કરવાની રીત (How To Aadhaar Card Address Change)

સૌથી પહેલા તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in પર જવું પડશે.

લોગિન કરવા માટે તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને મોકલો OTP પર ક્લિક કરો.

“અપડેટ એડ્રેસ” વિકલ્પ પર ક્લિક કરો.

“પ્રોસીડ ટુ અપડેટ” (Proceed to Aadhaar Update) વિકલ્પ પર ક્લિક કરો.

તમારું નવું સરનામું દાખલ કરો.

તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.

એક માન્ય દસ્તાવેજ અપલોડ કરો જે તમારું નવું સરનામું પ્રમાણિત કરે છે.
“સબમિટ” પર ક્લિક કરો.

UIDAI તમારું સરનામું અપડેટ કરવા માટે તમને એક OTP મોકલશે. OTP દાખલ કરો અને “ચકાસો” પર ક્લિક કરો.

1 thought on “Aadhaar Card Address Change: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું, જાણો સરળ રીત”

Leave a Comment