Ghibli Style Image Generator: Ghibli ફોટો ટ્રેન્ડ શું છે? કેવી રીતે બનાવશો Ghibli Style ફોટા?

Ghibli Style Image Generator: Ghibli ફોટો ટ્રેન્ડ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. આ ટ્રેન્ડમાં, લોકો પોતાના ફોટાઓને Studio Ghibli ની એનિમેટેડ ફિલ્મ્સ જેવી આર્ટસ્ટાઇલમાં ફેરવતા હોય છે. Studio Ghibli એ એક પ્રખ્યાત જાપાનીઝ એનિમેશન સ્ટુડિયો છે, જેની ફિલ્મો પોતાની અનોખી વીજ્યુઅલ સ્ટાઇલ માટે જાણીતી છે.

Ghibli ફોટો ટ્રેન્ડ કેમ વાઇરલ થયો?

હાલ ઈન્ટરનેટ પર Ghibli સ્ટાઇલ ઈમેજ ટ્રેન્ડ વાયરલ થઇ રહ્યો છે. OpenAI ના ChatGPT-40 અપડેટ સાથે બનાવવામાં આવી રહી છે. જે AI ની મદદથી તમારું સામાન્ય ફોટો Ghibli શૈલીમાં ફેરવી શકે છે. આ નવી ટેક્નોલોજીના લીધે, લોકો સરળતાથી પોતાના ફોટોને એનિમેટેડ અને કલાત્મક લૂક આપી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે Instagram, X પર લોકો આ ટ્રેન્ડને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટોઝ નૉસ્ટેલ્જિક અને કલાત્મક લાગતા હોવાથી લોકો તેમને તેમના પ્રોફાઇલ પિક્ચર અને પોસ્ટ્સ માટે ઉપયોગ કરે છે.

Studio Ghibli વિશે માહિતી

Studio Ghibli એ 1985માં હાયાઓ મિયાઝાકી (Hayao Miyazaki), ઇસાઓ તાકાહાતા (Isao Takahata), અને તોશી ઓકાતા (Toshio Okada) દ્વારા સ્થપાયેલ એક જાપાનીઝ એનિમેશન સ્ટુડિયો છે. આ સ્ટુડિયો વિશ્વભરમાં પોતાની ગહન સ્ટોરીટેલિંગ અને સુન્દર એનિમેશન માટે પ્રખ્યાત છે.

Studio Ghibli ના પ્રત્યેક ફિલ્મના ચરિત્રો, એનિમેશન, અને થીમ્સ એવી રીતે રચાયેલ છે કે તે માત્ર બાળકો માટે નહીં પણ દરેક ઉમરના દર્શકો માટે ગહન સંદેશ આપે.

કેવી રીતે બનાવશો Ghibli Style ફોટા?

જો તમારે પણ આ રીતે Ghibli Styleના ફોટા બનાવીને સોશિયલ મીડિયાના ટ્રેન્ડ સાથે ચાલવું છે, તો તે AI ચેટબોટ ChatGPT દ્વારા જ શક્ય છે. તાજેતરમાં ChatGPT માં ઈમેજ જનરેટ કરવા માટે ‘GPT-4o’ નું એક અપડેટ આવ્યું છે, જે આપેલા પ્રોમ્પ્ટ પ્રમાણે Ghibli શૈલીના ફોટા બનાવવા સહાય કરે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણા યુઝર્સ તેમની અનોખી અને કલાત્મક ઇમેજિસ બનાવી ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર શેર કરી રહ્યા છે.

તમારું Ghibli સ્ટાઇલનું ફોટો કેવી રીતે બનાવવું?

તમારા ફોટાને Ghibli સ્ટાઇલમાં ફેરવવા માટે નીચેના સરળ પગલાં અનુસરો:

  1. ChatGPT વેબસાઈટ ઓપન કરો – OpenAI ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને ChatGPT ઓપન કરો.
  2. GPT-4o મોડ સિલેક્ટ કરો – એડવાન્સ ઈમેજ જનરેશન ફીચર પસંદ કરો.
  3. તમારો ફોટો અપલોડ કરો – તમારે જે ફોટો Ghibli-સ્ટાઇલમાં જોઈએ છે તે અપલોડ કરો.
  4. પ્રોમ્પ્ટ એન્ટર કરો – “Generate the Ghibli-style version.” લખીને સબમિટ કરો.
  5. તમારો ફોટો ડાઉનલોડ કરો – થોડી સેકન્ડ્સમાં જ તમને Ghibli-શૈલીની ઈમેજ મળશે, જે તમે ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો