Khedut Smartphone Sahay Yojana Gujarat: ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khedut Smartphone Sahay Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ના વિકાસ અને તેઓનાં હિત માટે ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે રાજ્ય સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે. ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર ની ડિજીટલ સેવા નો લાભ લઇ શકે છે.

સ્માર્ટફોન સહાય યોજના 2024: ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (ikhedut) ની સત્તવાર વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આ મલેખમાં આપેલ છે.

Khedut Smartphone Sahay Yojana Gujarat: સ્માર્ટફોન સહાય યોજના 2024
Khedut Smartphone Sahay Yojana Gujarat: સ્માર્ટફોન સહાય યોજના 2024

Khedut Smartphone Sahay Yojana Gujarat: સ્માર્ટફોન સહાય યોજના 2024

યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના 2024
રાજ્યગુજરાત
હેતુ ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
સહાય સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે
કોને લાભ મળે ગુજરાત રાજ્યના ખેડૂતો
ફોર્મ ભરવાની શરૂ તારીખ 09-01-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08-02-2024
અરજી નો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in

સ્માર્ટફોન સહાય યોજનાનો મુખ્ય હેતુ

  • મુખ્ય ધ્યેય ગુજરાતના ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી વિષયક માહિતી ની આપ-લે કરીને, ફોટોગ્રાફી, મેલ, વિડિયો થી અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના બનાવવા માં આવી છે.

સ્માર્ટફોન સહાય યોજના માટે મળવાપાત્ર સહાય

  • ખેડુતોને સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 15,000 સપોર્ટ મળે છે, જે ઉપકરણની કિંમતના 40% અથવા રૂ. 6,000, બેમાંથી જે ઓછું હોય તે રકમ મળે છે.

સ્માર્ટફોન સહાય યોજના માટે મુખ્ય પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે જમીન હોવી જોઈએ.
  • જો ખેડૂત પાસે એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર આપવામાં આવશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં, ખેડૂતો ikhedut 8-A માં દર્શાવેલ ખાતાધારકોમાંથી માત્ર એક જ લાભ મેળવવા માટે હકદાર રહેશે.
  • આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે જ હશે. સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝ જેમ કે બેટરી બેકઅપ ઉપકરણો, ઇયરફોન અથવા ચાર્જર શામેલ કરવામાં આવશે નહીં.

સ્માર્ટફોન સહાય યોજના માટે ડોક્યુમેન્ટ લિસ્ટ

  • આધાર કાર્ડ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલનો IMEI નંબર
  • ખેડૂતની જમીનનો દસ્તાવેજ
  • ખરીદેલા સ્માર્ટફોનનું GST બિલ
  • 8-A ની ઝેરોક્ષ મળી

સ્માર્ટફોન સહાય યોજના માટે નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજૂર થયેલ અરજીઓને SMS/ઈ-મેલ અથવા અન્ય માધ્યમો દ્વારા સૂચિત કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ કરાયેલા લાભાર્થીઓએ પૂર્વ મંજૂરી ઓર્ડર સાથે 15 દિવસની અંદર સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • નિર્ધારિત સમયમાં સ્માર્ટફોન ખરીદ્યા પછી, લાભાર્થી ખેડૂતે અરજી ફોર્મ પર સહી કરવાની રહેશે.
  • અન્ય તમામ દસ્તાવેજો સાથે સહી કરેલ પ્રિન્ટ આઉટ ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને સબમિટ કરવાની રહેશે.
  • આ યોજના લાગુ થયા બાદ સ્માર્ટફોનની ખરીદી માટેનું બિલ નિર્ધારિત સમય મર્યાદામાં સબમિટ કરવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

મોબાઈલ સહાય માટે અરજી કરવા માટે તમારે i khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તેના માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપે છે.

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે Ikhedut પોર્ટલ @ikhedut.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

સ્ટેપ 2: ત્યારબાદ વેબસાઇટના હોમપેજ પર “યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3: તે પછી, “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે.

સ્ટેપ 4: ત્યારબાદ, તેમાં તમારે નીચે આપેલ “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: તે પછી, તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ પરની તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.

સ્ટેપ 6: હવે તમારે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 7: અંતે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટેની ગુજરાત સ્માર્ટફોન યોજના માટે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment