Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાની જાહેરાત દીકરીઓને મળશે રૂ. 50,000/- સુધી સહાય

Namo Lakshmi Yojana: ગુજરાત રાજ્યનું બજેટ 2024 નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણનું મહત્વ સમજતા એક મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો લક્ષ્મી યોજના’ (Namo Lakshmi Yojana) ની જાહેરાત કરી છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. “નમો લક્ષ્મી યોજના” માટે ₹1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના: ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં નમો લક્ષ્મી યોજનાનું ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ યોજના શું છે અને કોણ તેનો લાભ લઈ શકે છે?

Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાની જાહેરાત દીકરીઓને મળશે રૂ. 50,000/- સુધી સહાય
Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana

યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના
રાજ્યગુજરાત
હેતુ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
બજેટમાં જોગવાઈ 1250 કરોડ
કોને લાભ મળશે?ધોરણ 9 થી ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓને
સત્તાવાર વેબસાઇટ https://cmogujarat.gov.in/

નમો લક્ષ્મી યોજનાનો હેતુ

નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી સહાય મળશે?

  • ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹ 10,000 ની સહાય
  • ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹ 15,000 ની સહાય
  • ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹ 50,000ની સહાય

2 thoughts on “Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાની જાહેરાત દીકરીઓને મળશે રૂ. 50,000/- સુધી સહાય”

Leave a Comment