Gyan Sadhana Scholarship Yojana: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ‘જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના એ વિદ્યાર્થીઓને આર્થિક પરેશાનીઓ વિના શિક્ષણ ચાલુ રાખવા માટે અનોખી મદદરૂપ છે. આ યોજનામાં, ધોરણ 9 થી 12 વચ્ચેના વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ લેખમાં અમે આ યોજનાની સંપૂર્ણ વિગતો પ્રદાન કરી છે.

આ સ્કોલરશીપ માટે ગુજરાતના તમામ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અરજદાર બની શકે છે. ગુજરાત સરકાર દર વર્ષે આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને રૂ. 25,000/- સુધીની સ્કોલરશીપ આપે છે. આ સ્કોલરશીપ માટે પસંદગી એ કસોટી દ્વારા કરવામાં આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

યોજનાનું નામ: જ્ઞાન સાધના સ્કોલરશીપ
અમલીકરણ વિભાગ: ગુજરાત શિક્ષણ વિભાગ
લાભાર્થી: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ
આર્થિક સહાય: ધોરણ 9-10 માટે વાર્ષિક રૂ. 20,000/-
ધોરણ 11-12 માટે વાર્ષિક રૂ. 25,000/-
અરજી પ્રક્રિયા: ઓનલાઇન
ફોર્મની તારીખો: 29 જાન્યુઆરી, 2024 થી 09 ફેબ્રુઆરી, 2024
કસોટી તારીખ: 30 માર્ચ, 2024
સત્તાવાર વેબસાઈટ: www.sebexam.org

જ્ઞાન સાધના સ્કોલરશીપની પાત્રતા:

સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આ યોજનામાં ભાગ લઈ શકે છે.
આ ઉપરાંત, RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પણ પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા:

વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સ્કોલરશીપ કસોટી માટે ફોર્મ ભરવું પડશે.
કસોટી બાદ મેરીટ આધારિત પ્રોવિઝનલ સીલેકશન જાહેર કરવામાં આવશે.
જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ ચકાસણીના પછી, અંતિમ મેરીટ અને સીલેકશન જાહેર થશે.

કસોટીનું માળખું:

કસોટી બહુવિધ પસંદગી પ્રશ્નો પરથી આધારિત રહેશે.
કુલ 120 ગુણની પરીક્ષા 150 મિનિટના સમયગાળામાં લેવાશે.
કસોટી અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં હશે, અને વિદ્યાર્થી પસંદ કરેલા માધ્યમમાં આપી શકશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 માટે કેવી રીતે અરજી કરવી?

સૌપ્રથમ www.sebexam.org વેબસાઈટ પર જાઓ.
“Apply Online” વિકલ્પ પસંદ કરો.
જ્ઞાન સાધના કસોટી પસંદ કર્યા પછી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરી, ફોર્મ સબમિટ કરો.
અંતે, ફોર્મની પ્રિંટ કાઢીને તેની કાપી રાખો.

મહત્વપૂર્ણ લિંક

Gyan Sadhana Scholarship Notification PDF અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 29-01-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09-02-2024

3 thoughts on “Gyan Sadhana Scholarship Yojana: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024”

Leave a Comment