PM Kisan Maandhan Yojana: દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

PM Kisan Maandhan Yojana: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ નોંધણી કરાવવાની રહેશે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાપાત્ર થશે. આ યોજના વૃદ્ધ ખેડૂતોની અને નાના તથા સીમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા બનાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના: જો તમે દર મહિને 3000 હજાર રૂપિયાની નિશ્ચિત રકમ મેળવવા માંગો છો, તો તમારે સરકારની આ યોજનામાં અરજી કરવી પડશે. આ યોજનામા સરકાર દર મહિને પૈસા આપે છે. જો તમે પાત્ર લાભાર્થીની શ્રેણીમાં આવો છો, તો આમ અરજી કરી શકો છો. જાણો કેવી રીતે અરજી કરવી

PM Kisan Maandhan Yojana: દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojana)

યોજનાનું નામપીએમ કિસાન માનધન યોજના
યોજનાની શરૂઆત12 સપ્ટેમ્બર 2019
યોજનાનો હેતુખેડૂતોને વૃદ્ધ અવસ્થામાં સહાયરૂપે પેન્શન પૂરું પાડી સામાજિક સુરક્ષા પુરી પાડવાનો
યોજનાના લાભાર્થીઓદેશના નાના અને સીમાંત ખેડૂતો
સહાયની રકમદર મહિને 3000 રૂપિયા
ઓફિશિયલ વેબસાઈટwww.maandhan.in

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ કોણ લઈ શકે છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એક પ્રકારની ખેડૂત પેન્શન યોજના છે, જેનું પ્રીમિયમ ખેડૂતોએ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાનું નથી. નાના અને સીમાંત ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે અને 18 થી 40 વર્ષની વય વચ્ચે છે, તેઓ આ યોજના માટે પાત્ર છે. કિસાન માનધન વેબસાઈટ અનુસાર, આવા ખેડૂતોના નામ તેમના રાજ્યના જમીન રેકોર્ડમાં પણ હોવા જોઈએ. આ સિવાય માત્ર તે ખેડૂતો જ આ યોજના માટે પાત્ર છે, જેમની માસિક આવક રૂ. 15,000 અથવા તેનાથી ઓછી છે.

ખેડૂત પાસે આધાર કાર્ડ અને બચત બેંક ખાતું અથવા જન ધન ખાતું હોવું જોઈએ. લાભાર્થીએ 60 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી દર મહિને 55 થી 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. પરંતુ સારી વાત એ છે કે ખેડૂતે આ રકમ પોતાના ખિસ્સામાંથી જમા કરાવવાની નથી. આ યોજનાનો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા માનદ વેતનમાંથી જમા કરાવી શકાય છે. 60 વર્ષની ઉંમર પછી, ખેડૂત પેન્શનની રકમ માટે દાવો સબમિટ કરી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ વાર્ષિક 3 હપ્તામાં 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પેન્શન સ્કીમ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે ખેડૂતોની નોંધણી સરળતાથી થઈ શકે છે. જો તમે આ વિકલ્પનો લાભ મેળવો તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હપ્તો પણ આ 3 હપ્તાની રકમમાંથી કપાઈ જશે. 60 વર્ષ પછી ખેડૂતોને માસિક રૂ.3,000નો લાભ મળશે. ઉપરાંત વાર્ષિક 6,000ની રકમનો પણ લાભ મળશે. ટૂંકમાં 60 વર્ષ પછી વાર્ષિક 42,000 રૂપિયાનો લાભ મળશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ખેડૂતનું આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ઉંમરનું પ્રમાણપત્ર ( જન્મ તારીખ નો દાખલો)
  • જમીનના કાગળ, 7-12 8 અ
  • બેંક ખાતાની પાસબુક

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે યોજનાની ઓફિશ્યલ વેબસાઇટ maandhan.in પર જવાનું રહેશે.
  • ત્યારબાદ લોગીનમાં સેલ્ફ એન્ડ્રોઇડમેન્ટ પર ક્લિક કરો
  • હવે તમારો મોબાઈલ નંબર અહીં દાખલ કરો
  • તમારા મોબાઇલમાં આવેલ otp દાખલ કરો
  • હવે પીએમ કિસાન માનધન યોજના પર ક્લિક કરો
  • અહીં અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યાર બાદ આ ફોર્મને સબમિટ કરો.
  • ઉપર મુજબના સ્ટેપ ભરવાથી તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે

આ યોજના સંબંધિત વધારે જાણકારી માટે તમે ટોલ ફ્રી નંબર 1800-267-6888 પર પણ કોલ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન માનધન યોજના ઓફિસીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો