Kisan Parivahan Yojana Gujarat: કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને 2020-21થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે.
કિસાન પરિવહન યોજના 2023: કિસાન પરિવહન યોજના એટલે કૃષિ ઉપજો સમયસર અને પોતાની અનુકૂળતાએ બજારમાં વેચવા માટે વાહન વ્યવસ્થા અને સાથે જ માલવાહક વાહન ભાડે ફેરવીને પૂરક આવકનો સ્ત્રોત પણ.

Kisan Parivahan Yojana Gujarat 2023: કિસાન પરિવહન યોજના 2023
યોજનાનું નામ | કિસાન પરિવહન યોજના 2023 |
રાજ્ય | ગુજરાત |
હેતુ | ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા માલ વાહન ખરીદી પર સબસીડી |
સહાય | કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે |
કોને લાભ મળે | ગુજરાતના ખેડૂતોને |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
કિસાન પરિવહન યોજના 2023 માટે મળવાપાત્ર લાભ
યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
- નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના 35% અથવા રૂ. 75,000/- બે માંથી ઓછુ હોય તે
- સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના 25% અથવા રૂ. 50,000/- બે માંથી ઓછુ હોય તે
કિસાન પરિવહન યોજના 2023 માટે મુખ્ય શરતો
- રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
- ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી માણી શકે છે.
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
કિસાન પરિવહન યોજના 2023 માટે જરૂરી ડોકયુમેન્ટ લિસ્ટ
- જમીનની 7-12ની નકલ
- રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
- લાઈસન્સ
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
આ પણ વાંચો: દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે
કિસાન પરિવહન યોજના 2023 માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી શરુ થયાની તારીખ: 04/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 04/12/2023
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
2 thoughts on “Kisan Parivahan Yojana Gujarat: કિસાન પરિવહન યોજના 2023”