PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Surya Ghar Yojana: સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) શરૂ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

મફત વીજળી યોજના: આ યોજનાનો સરળતાથી લાભ લેવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ આ પોર્ટલ પર અરજી કરી શકે છે. ચાલો જાણીએ આ યોજના અંતર્ગત કઇ રીતે અરજી કરવી અને સબસીડી કઇ રીતે મળશે.

PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?
PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે
યોજનાનું નામ PM Surya Ghar Yojana (પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના)
ક્યારે શરૂ કરવામાં આવી 13 ફેબ્રુઆરી 2024
સહાય દર મહિને 300 ફ્રી યુનિટ
કોને લાભ મળે દેશના દરેક નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.gov.in

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના 2024

રૂ. 75 હજાર કરોડની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ સૌર પૅનેલ લગાવનારને 300 યુનિટ વીજળી મફત મળશે. યોજનામાં 1 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવાશે. તે માટે કેન્દ્ર સરકાર રૂ. 78 હજાર સુધીની સબસિડી આપશે. 300માંથી વધેલા યુનિટ વેચાશે તો વપરાશકારને વાર્ષિક રૂ. 15 હજાર સુધીની આવક થશે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે પાત્રતા

  • ભારતના મૂળ લોકો આ યોજના માટે પાત્ર હશે.
  • આ યોજનામાં અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • આ યોજનામાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજના દરેક જાતિના લોકો માટે માન્ય છે.
  • આ યોજનામાં ભાગ લેવા માટે અરજદારના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજન હેઠળ કેટલી સબસિડી મળશે?

પી.એમ.સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસીડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે સબસિડી રૂ. 60,000 હશે, જ્યારે 3 કિલોવોટરૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને રૂ. 78,000 ની સબસિડી મળશે.

અરજી ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • બેંક એકાઉન્ટ નંબર
  • મોબાઇલ નંબર
  • આવકનું પ્રમાણપત્ર
દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (Pm Surya Ghar Yojana Online Apply)

  • રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં pmsuryaghar.gov.in ટાઇપ કરી લોગઇન કરવું.
  • ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.
  • રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
  • જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. એમ.જી.વી.સી.એલ લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનુ રહેશે.
  • ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી લખવાનો રહેશે.
  • ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ આઇ.ડી. લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ એસ.એમ.એસ દ્વારા આપને જાણ કરવામા આવશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

3 thoughts on “PM Surya Ghar Yojana: મફત વીજળી યોજના, દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે,જાણો કઈ રીતે?”

Leave a Comment