Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tadpatri Sahay Yojana 2023: હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી યોજના નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.

તાડપત્રી સહાય યોજના: 2023 શું તમે આઇ ખેડૂત પર તાડપત્રી સહાય યોજના 2023ની ઓનલાઇન અરજી કરી નથી કરી તો હવે કરી દો અરજી, ફોર્મ ભરવાણી છેલ્લી તારીખ ડિસેમ્બર છે. વધુ માહિતી આ લેખ માં આપેલ છે.

Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023
Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023

Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023

યોજનાનું નામતાડપત્રી સહાય યોજના 2023 (Tadpatri Sahay Yojana 2023)
રાજ્ય ગુજરાત
હેતુ ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
સહાય 50% અને 75 % અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું
કોને લાભ મળે ગુજરાતના ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઇન
છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in/

તાડપત્રી સહાય યોજના 2023 માટે મળવાપાત્ર લાભ

આ સબસીડી યોજના 2023 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14)
આ યોજના અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3)
આ યોજના અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4)
આ યોજના અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

સામાન્ય ખેડૂતો માટે(AGR-2)
આ યોજના સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

NFSM (Oilseeds and Oil Palm)
આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.

તાડપત્રી સહાય યોજના 2023 માટે મુખ્ય શરતો

આ યોજનામાં ભાગ લેવા માટે, અમુક પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે, જે નીચે મુજબ છે:

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાડપત્રી સહાય યોજના 2023 માટે જરૂરી ડોકયુમેન્ટ લિસ્ટ

  • ખેડૂતનું આધારકાર્ડની નકલ
  • ikhedut portal 7-12
  • રેશનકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક

તાડપત્રી સહાય યોજના 2023 અરજી કેવી રીતે કરવી?

અહીં તાડપત્રી સહાય માટે ઑનલાઇન અરજી કરવા માટે નીચે માહિતી આપેલ છે.

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search Bar” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે રીઝલ્ટમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • Khedut website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-11 પર Tadpatri Sahay Yojana માં પર ક્લિક કરવાની રહેશે
  • જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો: કિસાન પરિવહન યોજના 2023

3 thoughts on “Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ”

Leave a Comment