Solar Power Kit Sahay 2023: ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે મળશે રૂ.15000 ની સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Solar Power Kit Sahay 2023: સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલી છે. જેમા ખેડૂતોને ખેતીમા નવા સાધનો વસાવવામા સહાય મળે તે માટે અને ખેડૂતો ને ખેતીકામ મા સહાયતા મળે તે માટે નવી સાધન સામગ્રી ખરીદી મા સબસીડી આપવામા આવે છે. Ikhedut પોર્ટલ પર ખેડૂતો માટે વીવીધ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવે છે.

રાજ્યના ખેડૂતો ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવી શકે તે માટે સોલાર પાવર યુનિટ/કીટની ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના અમલી છે. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે.

Solar Power Kit Sahay 2023: ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે મળશે રૂ.15000 ની સહાય
Solar Power Kit Sahay 2023: ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે મળશે રૂ.15000 ની સહાય

Solar Power Kit Sahay 2023: સોલાર પાવર કીટ સહાય યોજના 2023

યોજનાનું નામસોલાર પાવર કીટ સહાય યોજના 2023
રાજ્યગુજરાત
હેતુખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય
સહાયખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે
કોને લાભ મળેગુજરાતના ખેડૂતોને
અરજી નો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in

સોલાર પાવર કીટ સહાય યોજના

રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો ન હોય તેને સોલાર ફેન્સીંગ બનાવવા કુલ ખર્ચના 50 % અથવા રૂ. 15000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. સોલાર પાવર કિટ સહાય યોજના માટે હાલ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવાનુ ચાલુ છે. આ યોજનામા કેમ અરજી કરવી, કેટલી સહાય મળશે, કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

સોલાર પાવર કીટ માટે મળવાપાત્ર લાભ

ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર જે સહાય આપવામાં આવે છે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ અરજી કરી શકાય છે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

સોલાર પાવર કીટ સહાય મેળવવા માટે મુખ્ય શરતો

  • સોલાર પાવર કીટ યોજનામાં સહાય મેળવવા માટે મુખ્ય શરતો નીચે મુજબ છે.
  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો એ લાભ લીધેલ હોય આવા ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ની ખરીદી કરવાની હોય છે.
  • આ યોજના મા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત સોલાર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

સોલાર પાવર કીટ સહાય માટે જરૂરી ડોકયુમેન્ટ લિસ્ટ

  • આધારકાર્ડ
  • બેંકખાતાની પાસબુકની નકલ
  • મોબાઈલ નંબર
  • સોલાર પાવર કિટ ખરીદીનું ઓરીજીનલ GST નંબર ધરાવતું બિલ
  • લાભાર્થીના 7/12 અને 8-અ ની નકલ
  • રેશનકાર્ડ
  • અન્ય પુરાવા

સોલાર પાવર કીટ સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ તેમા “વિવિધ યોજનામા ઓનલાઇન અરજી કરો’ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તમને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ નુ લીસ્ટ જોવા મળશે.
  • જેમા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના સોલાર પાવર યુનિટ/કીટ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરીને સેવ રાખો.
  • તમારી આ યોજનામા લાભાર્થી તરીકે પસંદગી થયા બાદ મેસેજ દ્વારા જાણ મળશે.
  • ત્યારબાદ તમારે સારી ગુણવતાવાળી સોલાર કિટની ખરીદી કરવાની હોય છે.
  • જેની સ્થળ ખરાઇ ખેતીવાડી ખાતા તરફથી કરવામા આવે છે.
  • ત્યારબાદ આ સહાય લાભાર્થીના બેંકખાતામા જમા કરવામા આવે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ તારીખ: 09/10/2023
  • અરજી છેલ્લી તારીખ: 08/11/2023

મહત્વપૂર્ણ લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment