Ayushman Card Download: શું તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે શું કરવું તે શોધી રહ્યાં છો? જેણે આયુષ્માન કાર્ડ બનાવી તો લીધા છે, પરંતુ તેમની પાસે કોઇ કારણોસર કાર્ડની કોપી નથી. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. આ લેખમાં તમામ માહિતી મળી જશે.
આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ: તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાથી આયુષ્માન ઓનલાઇન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ
યોજનાનું નામ | આયુષ્માન ભારત યોજના |
હેતુ | આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આરોગ્ય સહાય |
સહાય | 10 લાખ સુધીની મફત સારવાર |
કોને લાભ મળે | ભારતના તમામ નાગરિકોને |
સત્તાવાર વેબસાઇટ | pmjay.gov.in |
આયુષ્માન ભારત યોજના ખૂબ જ ઉપયોગી છે. આ યોજના અંતર્ગત રૂ. 10 લાખ સુધીની આરોગ્ય સારવાર નિયત થયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલો મા ફ્રી મા આપવામા આવે છે.
આ રીતે કરો આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ (How To Download Ayushman Card )
સરકાર દ્વારા બહાર પાડેલ આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી સ્ટેપવાઇઝ નીચે આપેલી છે.
સ્ટેપ 1 : આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઈટ પર જવું પડશે.
સ્ટેપ 2 : ઉપરની ત્રણ લાઇન પર ક્લિક કરો અને ત્યાં તમને ડાઉનલોડ આયુષ્માન કાર્ડનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
પગલું 3 : તે પછી આધાર પસંદ કરો અને યોજનામાં PMJAY પસંદ કરો અને તમારું રાજ્ય અને તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો.
પગલું 4 : પછી તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે અને ત્યાં દાખલ કરવું આવશ્યક છે. અને Verify બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5 : તે પછી એક નવું પેજ ખુલશે અને ત્યાં તમને તમારું નામ દેખાશે અને જ્યારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું હતું અને ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
1 thought on “Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ”