Pm Kisan 16th Installment Date 2024: પીએમ કિસાનનો 16મો હપ્તો આ તારીખે થશે જમા

Pm Kisan 16th Installment Date 2024: કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ફાયદાકારક યોજના છે. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતો ને રૂ.2000 નો એક એવા વર્ષના 3 હપ્તામા દર વર્ષે રૂ.6000 ની સહાય આપવામા આવે છે.જેમાં આ યોજના હેઠળ 15 હપ્તાની જાહેરાત થઈ ગઈ છે. હવે 16મા હપ્તાની રાહ જોવાઇ રહી છે. તો ચાલો જાણીએ પીએમ કિસાન 16 મો હપ્તો ક્યારે જમા થશે.

પીએમ કિસાનનો 16મો હપ્તો: પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો માટે 2019 થી શરૂ થયેલા આ યોજનામા અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામા જમા કરવામા આવી છે. જેમા 80 લાખ જેટલા ખેડૂતોના ખાતામા રૂ.18000 કરોડથી વધુની રકમ દરેક હપ્તામા DBT ના માધ્યમથી સીધી ખેડૂતોના બેંકખાતામા જમા કરવામા આવી રહી છે.

Pm Kisan 16th Installment Date 2024: પીએમ કિસાનનો 16મો હપ્તો
Pm Kisan 16th Installment Date 2024: પીએમ કિસાનનો 16મો હપ્તો

Pm Kisan 16th Installment Date 2024: પીએમ કિસાનનો 16મો હપ્તો

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ
શરૂઆત 2019
હપ્તો પીએમ કિસાન 16 મો હપ્તો
સહાય વાર્ષિક 6000/- રૂપિયાની સહાય મળે
સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in

પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે મળશે

પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ જમા કરવામા આવી છે. હવે 16 મા હપ્તાની રકમ રાહ જોવાય રહી છે. કેન્દ્ર સરકાર, ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાની વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નાણાં રિલીઝ કરી શકે છે. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

દર મહિને મળશે રોકડા રુ.3000, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું? (PM Kisan Yojana Beneficiary List)

પીએમ કિસાન યોજના માટે લાભાર્થીઓનું લિસ્ટ જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. pmkisan.gov.in
  • ત્યારપછી આ વેબસાઇટમા ફાર્મર્સ કોર્નરમા આપવામા આવેલ Benificiary List વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારપછી તમારા રાજ્ય, જિલ્લા, તાલુતા અને ગામનું નામ પસંદ કરો.
  • તમને તમારા આખા ગામનુ પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓનુ લીસ્ટ જોવા મળશે.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી? (PM Kisan New Farmer Registration)

જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ પીએમ કિસાન યોજના માટેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર આપેલ New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
  • KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી આ ફોર્મ અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા ગામના તલાટી મંત્રીને સબમીટ કરો.

Leave a Comment