ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી ખેડૂતો માટે ચિંતાતુર બની રહેવાની છે. કારણ કે, ખેડૂતોના ઉનાળુ વાવેતરને તેની મોટી અસર થઈ શકે છે.
અંબાલાલ પટેલની માવઠાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે, જ્યારે મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર રહેશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ઠંડા પવનો ગુજરાત તરફ આવતાં ગરમીમાં થોડી રાહત મળી છે. એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે, જેની અસર કેરીના પાક પર પડી શકે છે. એપ્રિલના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે, જેના કારણે હવામાનમાં વધુ પલટો જોવા મળશે
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતમાં આ તારીખોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે ચેતવ્યા
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
31 માર્ચે આ જિલ્લામાં આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 એપ્રિલે આ જિલ્લામાં વરસાદની આગાહી
– અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી અને ડાંગ, વલસાડ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
2 એપ્રિલે આ જિલ્લામાં વરસાદની આગાહી
– સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 2 એપ્રિલના રોજ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
3 એપ્રિલે આ જિલ્લામાં વરસાદની આગાહી
-3 એપ્રિલની વાત કરીએ તો નર્મદા, તાપીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.