જમીન માપણી અરજી કરો ઓનલાઈન | Jamin Mapni Online Arji

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જમીન માપણી અરજી કરો ઓનલાઈન: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી ઘણી મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે.

જમીન માપણી અરજી માટે હવે ઓફીસે ધ્ધકો ખાવાની જરૂર નથી. આજ અમે આ લેખમાં જમીનની માપણી અરજી કેવી રીતે કરવી તેના વિષે માહિતી આપીશું

જમીન માપણી અરજી કરો ઓનલાઈન | Jamin Mapni Online Arji
જમીન માપણી અરજી કરો ઓનલાઈન | Jamin Mapni Online Arji

જમીન માપણી અરજી કરો ઓનલાઈન | Jamin Mapni Online Arji

પોસ્ટ ટાઈટલજમીન માપણી અરજી કરો ઓનલાઈન
વિભાગ મહેસુલ વિભાગ
રાજ્યગુજરાત
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટiora.gujarat.gov.in

મોબાઈલથી જમીન માપણી કેવી રીતે કરવી? (Jamin Mapni Gujarat)

ગુજરાત સરકારે IORA નામનો પોર્ટલ શરુ છે. જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને iORA પોર્ટલ વિશે માહિતી આપીશું. આ પોર્ટલની મદદથી, તમે તમારી જમીનની માહિતી તમારા મોબાઈલમાં જ ઘર બેઠા જોઈ શકશો અને જમીન માપણી માટે અરજી કરી શકશો.

જમીન માપણી બે પ્રકારની હોય છે.

  • સાદી માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી 60 દિવસમાં કરવામાં આવે છે.
  • અરજન્ટ માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી ૩૦ દિવસમાં કરવામાં આવશે.

જમીન માપણી એપ્લિકેશન (Jamin Mapni App)

હાલ જમીન માપણી સરકાર દ્વારા કરવામાં આવી છે એમાં ઘણા ખેડૂતભાઈ ની જમીન ઓછી થઇ ગઈ છે તો ઘણા ખેડૂતભાઈ ની જમીન વધી ગઈ છે ઓનલાઇન દસ્તાવેજમાં. અત્યારે સરકારની આ ભૂલના લીધે ખેડૂતભાઈઓ વચ્ચે જગડા પણ થઇ રહ્યા છે. આજ અમે તમને એવી એપ્લિકેશન વિષે જણાવીશું જેના દ્વારા તમે તમારી જમીન માપણી કરી શકશો.

Land Calculator Area
આ એક ખૂબ જ સારી જમીન માપવા માટેની એપ છે, આ એપનો ઉપયોગ 1 લાખથી વધુ વપરાશકર્તાઓ કરે છે. આ એપ હેઠળ, અમે જીપીએસ હેઠળ અથવા ચાલીને જમીન માપી શકીએ છીએ.પ્લે સ્ટોર પર આ એપનું રેટિંગ 3.9 થી વધુ છે. આ એપ Download કરવી છે તો અહીં ક્લિક કરો

જમીન માપણી માટે ઓનલાઈન અરજી કરો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

સ્ટેપ 1: સૌપ્રથમ અરજી કરવા માટે iORA પોર્ટલ (https://iora.gujarat.gov.in) પર જાઓ.

iORA પોર્ટલ

સ્ટેપ 2: iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી “Online Applications” પર ક્લિક કરો

સ્ટેપ 3: અરજીનો હેતુ “જમીન માપણી સંબંધિત અરજી” પસંદ કરો.

સ્ટેપ 4: અરજદાર નો મોબાઈલ નંબર અરજદાર નું ઈ-મેઈલમાં વિગતો ભરો.

સ્ટેપ 5: અરજી વિગતો ભર્યા બાદ અરજી તથા સોગંધનામાની પ્રિન્ટ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ગામ નમુના નંબર 7 અને ગામ નમુના નંબર 8ને અપલોડ કરવાના રહેતા નથી.

સ્ટેપ 6: અરજી અપલોડ કર્ય બાદ માપણી ફીનું પેમેન્ટ ઓનલાઈન / NEFT ચલણથી કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટની રિસીપ્ટ પોર્ટલ પરથી ફરજીયાત જનરેટ કરવાની રહેશે, અન્યથા અરજીની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહી.

મહત્વપૂર્ણ લિંક

જમીન માપણી અરજી કરો ઓનલાઈન અહીં ક્લિક કરો

Leave a Comment