51 શક્તિપીઠ ના નામ | 51 shakti peeth list in gujarati | 51 shakti peeth list in gujarati pdf

WhatsApp Group Join Now
Telegram Group Join Now

51 shakti peeth list in gujarati: ભારત દેશમાં માતાજીનાં ઘણા સ્વરૂપોની પુજા થાય છે અને તેમના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જેનો અલગ અલગ મહિમા છે. હિન્દુઑ મુજબ ભગવાન શિવના પત્ની સતીના અંગ અને આભૂષણ જે જે જગ્યા પર પડ્યા હતા ત્યાં શક્તિપીઠ બની ગયા છે. શક્તિપીઠોનાં સ્થળો અને સંખ્યા મુદ્દે ગ્રંથોમાં અલગ વાતો કહેવાઇ છે. આમ તો 51 શક્તિપીઠ હોય છે. તો ચાલો જાણીએ આ 51 શક્તિપીઠ ક્યાં ક્યાં આવેલા છે.

51 શક્તિપીઠ ના નામ | 51 shakti peeth list in gujarati
51 શક્તિપીઠ ના નામ | 51 shakti peeth list in gujarati

શક્તિપીઠ નો ઇતિહાસ (Shakti Peeth No Itihas In Gujarati)

શક્તિના એક સ્વરૂપ સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતાં, પણ આ લગ્નને કારણે સતીના પિતા પ્રજાપતિ દક્ષ ખુશ નહોતા. એક વખત રાજા પ્રજાપતિ દક્ષએ વિશાળ યજ્ઞાનું આયોજન કર્યું. દક્ષ પ્રજાપતિએ કંખલ (હરિદ્વાર)માં ‘બૃહસ્પતિ સર્વ’ નામનો યજ્ઞ રચ્યો હતો. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર અને અન્ય તમામ દેવી-દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ યજ્ઞામાં ભગવાન શિવને કે સતીને આમંત્રણ ન આપ્યું. ભગવાન શિવની ગેરહાજરીમાં સતી યજ્ઞામાં હાજરી આપવા ગયાં.

સતીને આમંત્રણ વગર યજ્ઞમાં આવતા જોઈને તેમના પિતાએ સતીની સામે તેમના પતિ ભગવાન શિવનું અપમાન કર્યું. શિવજી વિશે અપમાનજનક વાતો કહેતા સતી સહન કરી શક્યા નહીં અને પોતાને યજ્ઞની અગ્નિમાં સમર્પિત કરી દીધાં હતાં. દુ:ખી શિવે સતીના શરીરને ઉઠાવીને વિનાશ નૃત્યનો પ્રારંભ કર્યો હતો. તેને રોકવા માટે વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહના ટુકડા કરી નાખ્યા હતા. જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં હતાં, તે સ્થળો શક્તિપીઠ બન્યાં.

51 Shakti Peeth List In Gujarati | Shaktipeeth In Gujarat List

ક્રમશક્તિપીઠસ્થળ
1મહાદેવીબિહાર, દરભંગા
2જય દુર્ગાબિહાર, ગીરીડીહ
3સર્વાનંદકરીબિહાર, પટના
4મહિષમર્દિનીમહારાષ્ટ્ર, કોલ્હાપુર
5ભ્રમરીમહારાષ્ટ્ર, નાસિક
6મંગલચંડિકામધ્યપ્રદેશ, ઉજ્જૈન
7નર્મદામધ્ય પ્રદેશ, અમરકંટક
8શિવાનીમધ્ય પ્રદેશ, મૈહર
9મહાલક્ષ્મીઆંધ્રપ્રદેશ, કુલ્લુર
10વિશ્વેશી-રૂકમણીઆંધ્રપ્રદેશ, ગોદાવરી
11વિશાલાક્ષીઉત્તર પ્રદેશ, વારાણસી
12લલિતાઉત્તર પ્રદેશ, પ્રયાગ
13ઉમાઉત્તર પ્રદેશ, મથુરા
14સિદ્ધિકાહિમાચલ, જ્વાલામુખી
15મહિષમર્દિનીબંગાળ,બિરભૂમ
16કુલ્લરાબંગાળ, વર્ધમાન
17ભવાનીબાંગ્લાદેશ, ચટગાંવ
18ભૂતધાત્રીબંગાળ, ક્ષીરગામ
19યશોરેશ્વરીબાંગ્લાદેશ, ખુલના
20અપર્ણાબાંગ્લાદેશ, ભવાનીપુર
21નંદિનીબંગાળ, નંદીપુર
22સુગંધાબંગાળ, શિકારપુર
23વિમલા-ભુવનેશીબંગાળ, મુર્શિદાબાદ
24કાલિકાબંગાળ, બીરભૂમ
25કપાલિની ભીમરૂપાબંગાળ,ઈસ્ટ મિદનાપુર
26ભ્રામરીબંગાળ, જલપાઈગુડી
27કાલિકાબંગાળ, કોલકાતા
28બહુલાબંગાળ, બર્ધમાન
29કુમારીતામિલનાડુ
30શર્વાણિતામિલનાડુ, કન્યાકુમારી
31નારાયણીતામિલનાડુ, કન્યાકુમારી
32દેવગર્ભાપશ્ચિમ બંગાળ, બિરભૂમ
33સાવિત્રીહરિયાણા, કુરુક્ષેત્ર
34શ્રીસુંદરીલદ્દાખ
35કાલીહરિયાણા
36વરાહીઉત્તર પ્રદેશ, પંચ સાગર
37ત્રિપુરમાલિનીપંજાબ, જાલંધર
38વિમલાઓરિસ્સા, કિરીટકો
39દાક્ષાયણીતિબેટ, માનસરોવર
40ગાયત્રીરાજસ્થાન, પુષ્કર
41અંબિકારાજસ્થાન, વિરાટનગર
42જયંતીમેઘાલય, નારટિઆંગ
43ઇન્દ્રાક્ષીશ્રીલંકા, કોલંબો-ત્રિકોણમાલી
44કામાખ્યાઆસામ, ગૌહાટી
45ત્રિપુરસુંદરીત્રિપુરા, રાધા કિશોરપુર
46મહામાયાનેપાળ, બાગમતી નદી કિનારે
47ગંડકીનેપાળ, મસ્તાંગ
48ચંદ્રભાગાગુજરાત, જૂનાગઢ
49જંયતીમેઘાલય, શિલોંગ
50હિંગળાજપાકિસ્તાન, હિંગળાજ
51અંબાજીગુજરાત, અંબાજી

51 Shakti Peeth List In Gujarati Pdf

તમે ઇન્ટરનેટ પર “51 Shakti Peeth List In Gujarati Pdf” શોધી રહ્યા છો અથવા ગુજરાતીમાં 51 શક્તિપીઠ ના નામ વાંચવા માંગો છો. તો તેની PDF નીચે આપેલ છે. ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. આભાર

મહત્વપૂર્ણ લિંક

51 Shakti Peeth List In Gujarati Pdfઅહીં ક્લિક કરો
શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતી Pdfઅહીં ક્લિક કરો

Leave a Comment