અંબાલાલ પટેલની નવરાત્રી માં વરસાદ ની આગાહી: Ambalal Patel Navratri Rain Forecast

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ambalal Patel Navratri Rain Forecast: ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. આ વર્ષે ફરી નવરાત્રી પર વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવો જાણીએ અંબાલાલ પટેલની નવરાત્રી માં વરસાદ ની આગાહી.

અંબાલાલ પટેલની આગાહી: ખેલૈયાઓ 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

અંબાલાલ પટેલની નવરાત્રી માં વરસાદ ની આગાહી: Ambalal Patel Navratri Rain Forecast
અંબાલાલ પટેલની નવરાત્રી માં વરસાદ ની આગાહી: Ambalal Patel Navratri Rain Forecast

અંબાલાલ પટેલની નવરાત્રી માં વરસાદ ની આગાહી (Ambalal Patel Navratri Rain Forecast)

  • પ્રથમ નોરતે કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદની આગાહી
  • નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે
  • નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે
  • દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

નવરાત્રીમાં આ તારીખે પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 28 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ વધુ બનશે, જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

ઓક્ટોબરમાં ભયાનક વાવાઝોડું ત્રાટકી શકે છે.

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે, ઓક્ટોબરમાં ભયાનક વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર પણ આ વિનાશક વાવાઝોડાની અસર જોવા મળશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આનાથી 18મી, 19મી અને 20મી નવેમ્બરે ચક્રવાત અને ભારે પવનો આવી શકે છે.

Leave a Comment