Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Digital Gujarat Scholarship 2023: આર્થિક રીતે નબળા અને SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્રારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પુરી પાડવામાં આવે છે. કરે છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2023-24 સ્કીમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીએ 22/09/2023 થી 05/11/2023 સુધી આ વેબસાઇટ www.digitalgujarat.gov.in પર ફોર્મ ભરવાનું રહેશે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023: આ લેખમાં અમે જણાવશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-2024 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય તેની માહતી મેળવીશું.

Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24

યોજનાનું નામ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 (Digital Gujarat Scholarship 2023)
રાજ્ય ગુજરાત
કોણે લાભ મળે OBC, EBC, DNT, SC, ST વિદ્યાર્થીઓ
ફોર્મ શરૂ તારીખ 22/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/112023
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ digital.gujarat.gov.in

Digital Gujarat Scholarship Portal (ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023)

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ જુદા-જુદા વિભાગો કામ કરે છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11&12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે.

Digital Gujarat Scholarship 2023 Documents list (ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે જરૂરી ડોકયુમેન્ટ)

  • આધાર કાર્ડ
  • ફોટો
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • બેન્ક પાસબુક
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • ફી ભર્યાની પહોંચ )
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

Digital Gujarat Scholarship 2023-24 Registration (ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું)

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષ 2017-18, વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 કે વર્ષ 2022-23માં શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઈલમાં નંબર બદલાવી શકે છે.

How To Apply For Digital Gujarat Scholarship 2023-24 (ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ફોર્મ કેવી રીતે ભરવું?)

  • સૌથી પહેલા તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી લોગીન કરવું પડશે.
  • લોગિન કર્યા પછી તમારે સેવાઓ પર ક્લિક કરવાનું રહેશે અને સ્કોલરશિપ સેવાઓ પર ક્લિક કરવું પડશે.
  • પછી, નવી સેવાની વિનંતી કરો અથવા રિન્યૂ પર ક્લિક કરો
  • તે કર્યા પછી તમારે Continue to Services પર ક્લિક કરવાનું રહેશે.
  • નોંધણી વિગતોનું પેજ ખુલશે, સાચી વિગતો ભરો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • પછી, બેંક વિગતો, શૈક્ષણિક વિગતો, અપંગતાની વિગતો અને જોડાણમાં દસ્તાવેજ અપલોડ કરીને ડ્રાફ્ટ સાચવો.
  • હવે ઉપર આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો અને મોબાઈલ નંબર વેરીફાઈ કરો પર ક્લિક કરો.
  • OTP કન્ફર્મ કર્યા પછી, તમારે Confirm and Final Submit પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2022-23 ફોર્મ સબમિટ કરવામાં આવશે. હવે તમે તમારું ફોર્મ પ્રિન્ટ કરીને તમારી શાળા કે કોલેજમાં સબમિટ કરી શકો છો.

Digital Gujarat Scholarship 2023-24 Last Date (ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 ની મહત્વપુર્ણ તારીખ)

  • ફોર્મ શરૂ તારીખ: 22, સપ્ટેમ્બર 2023
  • ફોર્મ છેલ્લી તારીખ: 5, નવેમ્બર 2023

Digital Gujarat Scholarship 2023 Helpline Number (ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેલ્પલાઇન નંબર)

કોઈપણ પ્રશ્ન માટે: 18002335500

1 thought on “Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?”

Leave a Comment