Gujarat Gyan Guru Quiz Registration 2024 (g3q) | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Gyan Guru Quiz Registration 2024: ગુજરાત સરકારે ભારતની 75મી આઝાદીની વર્ષગાંઠના માનમાં દેશની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અથવા “G3Q” નું આયોજન કર્યું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 (g3q 2.0) નું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન કરવામાં આવેલ છે.

આ લેખ આપણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં (Gujarat Gyan Guru Quiz Registration 2024) રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ઇનામો વિશે માહિતી જાણીશું.

Gujarat Gyan Guru Quiz Registration 2024 (g3q) | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન 2024
Gujarat Gyan Guru Quiz Registration 2024 (g3q) | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન 2024

Gujarat Gyan Guru Quiz Registration 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન 2024

ક્વિઝ નામ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વીઝ G3Q 2.0
કોના દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત સરકાર
નોંધણી પ્રકાર ઓનલાઈન
વર્ષ 2024
સત્તાવાર વેબસાઇટ www.g3q.co.in

What Is Gujarat Gyan Guru Quiz 2024 (g3q) (ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?)

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારના રોજ રમાતી ક્વિઝના પરિણામો જાહેર કરવામાં આવશે. ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે. ઉમેદવારોને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે. દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 માં ભાગ લેવા માટેની લાયકાત

  • શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
  • તેમજ ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
  • રજીસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો

  • આ એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઈનામો

શાળા કક્ષાના:
– પ્રથમ વિજેતા – રૂ. 15,000,
– દ્વિતીય વિજેતા – રૂ. 10,000,
– ત્રીજા વિજેતા – રૂ. 7,000, અને
– ચોથા થી 25માં વિજેતા – રૂ. 2,500 પ્રત્યેક

કોલેજ કક્ષાના :
– પ્રથમ વિજેતા – રૂ. 25,000,
– દ્વિતીય વિજેતા – રૂ. 20,000,
– ત્રીજું વિજેતા – રૂ. 15,000,
– ચોથા થી 25માં વિજેતા – રૂ. 5,000 પ્રત્યેક

નોંધ: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની વિસ્તૃત માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો.

Gujarat Gyan Guru Quiz Registration 2024 (G3Q) Important Document (ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ)

  • આધાર કાર્ડ
  • વિદ્યાર્થી ID
  • શિક્ષણની માર્કશીટ
  • 8મા ધોરણ પાસ ટ્રાન્સક્રિપ્ટ
  • સરનામાનો પુરાવો
  • ઉંમરનો પુરાવો
  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

How to Registration For Gujarat Gyan Guru Quiz Registration 2024? (ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?)

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન 2024 માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.

  • સૌપ્રથમ www.g3q.co.in વેબસાઇટ પર જાઓ.
  • રજીસ્ટ્રેશન મેનુ પર જાઓ. જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
  • હવે તમારે એપ્લિકેશન ફોર્મ માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
  • તમારું નામ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેઈલની વગેરે ભરવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે ક્વિઝ ભાષા પણ પસંદ કરવાની રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 માં રજીસ્ટ્રેશન (Gujarat Gyan Guru Quiz Registration 2024) કરાવ્યા પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં લોગીન માટે તમને યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મોકલવામાં આવશે, અને લોગીન થવા માટે લિંક હશે, તેના પરથી તમે ક્વિઝ આપી શકશો.

આ પણ વાંચો: અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2024

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ હેલ્પલાઇન નંબર

જો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 99789 01597 અથવા 78783 30030 પર તમે સંપર્ક કરી શકો છે.

મહત્વપૂર્ણ લિંક

રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment