Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી રહી છે. જો તમે ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા હોવ તો તમારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ અને પરીક્ષા પેટર્ન જાણવી આવશ્યક છે. અમે તમને આ લેખમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ સિલેબસ અને પરીક્ષા પેટર્ન વિશે માહિતી આપીશું.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024: રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024
Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024

Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024

સંસ્થાનું નામગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ
જોબ સ્થાનગુજરાત
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઇટlrdgujarat2021.in

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિ 2024 (Gujarat Police Constable Exam Pattern 2024)

  • સમય: 3 કલાક
  • હવે 200 માર્ક્સનું એક પેપર 3 કલાકનું રહેશે.
  • OBJECTIVE MCQ ટેસ્ટ લેવામાં આવશે. આ પેપર બે ભાગમાં હશે, પાર્ટ-એ અને પાર્ટ-બી અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ જરૂરી છે.
  • OBJECTIVE પ્રકારની લેખિત પરીક્ષામાં બહુવિધ પસંદગી પ્રશ્ન (MCQ) અને OMR (ઓપ્ટિકલ માર્ક રીડર) સિસ્ટમનો સમાવેશ થાય છે.
  • દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે.
  • ઉમેદવારે તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે.
  • ખોટા જવાબ સાથે દરેક પ્રયાસ કરેલ પ્રશ્ન 0.25 નો નકારાત્મક ગુણ ધરાવશે
  • દરેક પ્રશ્નમાં “પ્રયાસ કર્યો નથી” નો એક વિકલ્પ રહેશે. જો ઉમેદવાર જવાબ આપવાનો ઇરાદો ન ધરાવતો હોય, તો તે આ વિકલ્પ પસંદ કરી શકે છે. જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે છે, તો નકારાત્મક ચિહ્ન આપવામાં આવશે નહીં.
  • જો ઉમેદવારે પ્રશ્નમાં આપેલા કોઈપણ વિકલ્પને પસંદ કર્યો નથી, તો તે 0.25 નો નકારાત્મક ગુણ ધરાવશે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ 2024

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

Part-A

ક્રમવિષયગુણ
1.રિઝનિંગ એન્ડ ડેટા ઈન્ટરપ્રિટેશન30
2.ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ30
3.કોમ્પ્રિહેન્સન ઈન ગુજરાતી લેંગ્વેજ20
કુલ80

Part-B

ક્રમવિષયગુણ
1.ભારતનું બંધારણ30
2.કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ40
3.ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ50
કુલ120
આ પણ વાંચો: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ શારીરિક ધોરણ 2024

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

મહત્વપૂર્ણ લિંક

સિલેબસ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
નવા નિયમો (RR) ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

1 thought on “Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024”

Leave a Comment