Matdar Yadi Gujarat 2024: મતદાર યાદી જોવા માટે શુ કરવું જોઈએ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Matdar Yadi Gujarat 2024: આવનારી લોકસભાની ચૂંટણી માટે નવી મતદાર યાદિ ચૂંટણી પંચે જાહેર કરી છે. આ મતદાર યાદિ મા જે લોકોના નામ છે તે આવનારી 2024 લોકસભાની ચૂંટણી માટે મતદાન કરી શકસે. નવી જાહેર કરાયેલી મતદાર યાદિમા કુલ 96.8 કરોડ મતદારો નોંધાયેલા છે.

મતદાર યાદી જોવા માટે (Electoral Roll) : ચૂંટણી પહેલા મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. મતદાન કરવું તે આપણો અધિકાર છે. પરંતુ મતદાન કરવા માટે પણ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તો ચાલો જાણીએ મતદાન યાદીમાં તમારું નામ છે કે નહીં

Matdar Yadi Gujarat 2024: મતદાર યાદી જોવા માટે શુ કરવું જોઈએ
Matdar Yadi Gujarat 2024: મતદાર યાદી જોવા માટે શુ કરવું જોઈએ

Matdar Yadi Gujarat 2024

ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવીઝન 2024 રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. નવી મતદાર યાદિ જાહેર કરતા ઈલેકશન કમીશને જણાવ્યુ હતુ કે 18 થી 29 વર્ષની વયજૂથના 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાવામા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% જેટલો વધારો નોંધાયો છે.

ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે 96.88 કરોડ મતદારો મતદાર યાદિમા નોંધાયેલા છે. જે વિશ્વમાં કોઇ પણ દેશમા નોંધાયેલા સૌથી વધુ મતદારો છે. આ નોંધાયેલા મતદારો લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. આ ઉપરાંત લિંગ જેન્ડર રેશીયો પણ 2023માં 940 થી વધીને 2024માં 948 થયો છે.

ગુજરાત મતદાર યાદી 2024 (Matdar Yadi Gujarat 2024)

  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા તે વધીને 2024 મા 96.8 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા તે વધીને 2024 મા પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા તે વધીને 2024 મા સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા તે વધીને 2024 મા 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, આ રીતે ચેક કરો ઓનલાઇન

નવી મતદાર યાદિમા તમારૂ નામ નોંધાયેલ છે કે કેમ તે ચેક કરવા માટે નીચેની રીતે ચેક કરી શકો છો.

  • આ માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
  • અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Launguage સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
  • તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.

મતદાર યાદી 2024 Pdf Download

  • પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx પર જાઓ.
  • પછી તમારો જિલ્લો અને મતવિસ્તાર પસંદ કરો.
  • નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • તે પછી તમારા ગામનું નામ નીચે આપેલા ગામના નામ પરથી હશે, શો બટન પર ક્લિક કરવાથી તમારા આખા ગામ અથવા શહેરની મતદાર યાદી ડાઉનલોડ થઈ જશે.

નવી મતદાર યાદીમાં નામ ન હોઈ તો શું કરવું?

જો તમને કોઈ કારણસર મતદાર યાદીમાં તમારું નામ ન દેખાય તો તમે ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર 1800111950 અથવા 1950 પર કૉલ કરી શકો છો. જો કે ક્યારેક એવું બંને છે મતદાર મતદાન કરવા જાય ત્યારે જાણ થાય છે કે મતદાર યાદીમાં નામ નથી. કોઈ એરરના કારણે નામ કમી થયેલ પણ બતાવે. પરંતુ ચૂંટણી આવે તે પહેલાં આપણે ચેક કરી લઈએ નામ છે કે નહીં. ન હોય તો રજીસ્ટ્રેશન કરવી લેવું જોઈએ.

મહત્વપૂર્ણ લિંક

મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મતદાર યાદીમાં વિગતો સર્ચ કરવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો સરનામું, જાણો સરળ રીત

Leave a Comment